1 કરિંથીઓને 15 : 1 (GUV)
હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો, અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો,
1 કરિંથીઓને 15 : 2 (GUV)
અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે, અને વૃથા વિશ્વાસ કર્યો નહિ હોય તો જે દ્વારા તમે તારણ પામો છો, તે સુવાર્તા હું તમને જણાવું છું.
1 કરિંથીઓને 15 : 3 (GUV)
કેમ કે જે મને પણ પ્રાપ્ત થયું તે મેં પ્રથમ તમને કહી સંભળાવ્યું કે, ધર્મશાસ્‍ત્ર પ્રમાણે ખ્રિસ્ત આપણાં પાપને માટે મરણ પામ્યા;
1 કરિંથીઓને 15 : 4 (GUV)
અને ધર્મ શાસ્‍ત્ર પ્રમાણે તેમને દાટવામાં આવ્યા, અને ત્રીજે દિવસે તેમનું ઉત્થાન થયું.
1 કરિંથીઓને 15 : 5 (GUV)
અને કેફાને તેમનું દર્શન થયું, પછી બારેય શિષ્યોને [થયું];
1 કરિંથીઓને 15 : 6 (GUV)
ત્યાર પછી એક જ સમયે પાંચસો કરતાં વધારે ભાઈઓને તેમનું દર્શન થયું, જેઓમાંના ઘણા હજુ સુધી હયાત‌ છે, પણ કેટલાક ઊંઘી ગયા છે;
1 કરિંથીઓને 15 : 7 (GUV)
ત્યાર પછી તેમણે યાકૂબને દર્શન આપ્યું. પછી સર્વ પ્રેરિતોને [દર્શન આપ્યું].
1 કરિંથીઓને 15 : 8 (GUV)
અને જાણે હું અકાળે જન્મેલો હોઉં તેમ સર્વથી છેલ્લે મને પણ તેમનું દર્શન થયું.
1 કરિંથીઓને 15 : 9 (GUV)
કેમ કે પ્રેરિતોમાં હું સર્વથી નાનો છું, અને પ્રેરિત ગણાવાને પણ યોગ્ય નથી, કારણ કે મેં ઈશ્વરની મંડળીની સતાવણી કરી.
1 કરિંથીઓને 15 : 10 (GUV)
પણ હું જે છું તે ઈશ્વરની કૃપાથી છું; અને તેમની જે કૃપા મારા પર થઈ તે નિષ્ફળ નીવડી નથી; પણ તેઓ સર્વના કરતાં મેં વધારે મહેનત કરી; મેં તો નહિ, પણ ઈશ્વરની જે કૃપા મારા પર હતી તેણે.
1 કરિંથીઓને 15 : 11 (GUV)
પછી ગમે તો હું હોઉં કે તેઓ હોય, પણ અમે એ પ્રમાણે બોધ કરીએ છીએ, અને એ પ્રમાણે તમે વિશ્વાસ કર્યો.
1 કરિંથીઓને 15 : 12 (GUV)
હવે ખ્રિસ્ત મૂએલાંમાંથી ઊઠયા છે એમ પ્રગટ કરવામાં આવે છે, તે છતાં તમારામાંના કેટલાક કેમ કહે છે કે મૂએલાંનું પુનરુત્થાન નથી?
1 કરિંથીઓને 15 : 13 (GUV)
પણ જો મૂએલાંનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઊઠયા નથી!
1 કરિંથીઓને 15 : 14 (GUV)
અને જો ખ્રિસ્ત ઊઠયા નથી, તો અમારો ઉપદેશ વ્યર્થ છે, અને તમારો વિશ્વાસ પણ વ્યર્થ છે.
1 કરિંથીઓને 15 : 15 (GUV)
અને ઈશ્વર વિષે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે ઈશ્વર વિષે એવી સાક્ષી પૂરી કે તેમણે ખ્રિસ્તને ઉઠાડયા; પણ જો મૂએલાં ઊઠતાં નહિ હોય, તો તેમને તેમણે ઉઠાડયા નથી.
1 કરિંથીઓને 15 : 16 (GUV)
કેમ કે જો મૂએલાંનું પુનરુત્થાન નથી, તો ખ્રિસ્ત પણ ઊઠયા નથી;
1 કરિંથીઓને 15 : 17 (GUV)
અને જો ખ્રિસ્ત ઊઠયા નથી, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે; હજી સુધી તમે તમારા પાપમાં જ છો.
1 કરિંથીઓને 15 : 18 (GUV)
વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલાં છે, તેઓ પણ નાશ પામ્યાં છે.
1 કરિંથીઓને 15 : 19 (GUV)
જો આપણે માત્ર આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય, તો સર્વ માણસોના કરતાં આપણે વધારે દયાપાત્ર છીએ.
1 કરિંથીઓને 15 : 20 (GUV)
પણ ખ્રિસ્ત તો મૂએલાંમાંથી ઊઠયા છે, અને તે ઊંઘી ગયેલાંનું પ્રથમફળ થયા છે.
1 કરિંથીઓને 15 : 21 (GUV)
કેમ કે માણસ દ્વારા મરણ થયું, માટે માણસદ્વારા મૂએલાંનું પુનરુત્થાન પણ થયું.
1 કરિંથીઓને 15 : 22 (GUV)
કેમ કે જેમ આદમદ્વારા સર્વ મરે છે, તેમ જ વળી ખ્રિસ્તદ્વારા સર્વ સજીવન થશે.
1 કરિંથીઓને 15 : 23 (GUV)
પણ દરેકને પોતપોતાને અનુક્રમે:ખ્રિસ્ત પ્રથમફળ; ત્યાર પછી જેઓ ખ્રિસ્તના છે તેઓને તેમના આવવાના સમયે [સજીવન કરવામાં આવશે].
1 કરિંથીઓને 15 : 24 (GUV)
પછી જ્યારે તે ઈશ્વરને એટલે પિતાને રાજ્ય સોંપી દેશે, જ્યારે તે બધી રાજ્યસત્તા તથા બધો અધિકાર તથા પરાક્રમ તોડી પાડશે ત્યારે અંત આવશે.
1 કરિંથીઓને 15 : 25 (GUV)
કેમ કે તે પોતાના સર્વ શત્રુઓને પગ નીચે નહિ દાબે, ત્યાં સુધી તેમણે રાજ કરવું જોઈએ.
1 કરિંથીઓને 15 : 26 (GUV)
જે છેલ્લો શત્રુ નાશ પામશે તે મરણ છે.
1 કરિંથીઓને 15 : 27 (GUV)
કેમ કે [ઈશ્વરે] બધાંને તેમના પગ નીચે આઘીન કર્યા. પણ જ્યારે તેમણે કહ્યું કે, બધાંને આઘીન કરવામાં આવ્યા છે, ત્યારે બધાંને સ્વાધીન કરનાર અલગ છે, તે સ્પષ્ટ દેખાય છે.
1 કરિંથીઓને 15 : 28 (GUV)
પણ જ્યારે સર્વને તેમને આઘીન કરવામાં આવશે, ત્યારે જેમણે સર્વને તેમને આઘીન કર્યા છે, એમને દીકરો પોતે પણ આઘીન થશે, જેથી ઈશ્વર સર્વમાં સર્વ થાય.
1 કરિંથીઓને 15 : 29 (GUV)
જો એમ ન હોય તો જેઓ મૂએલાંને માટે બાપ્તિસ્મા પામ્યા, તેઓનું શું થશે? જો મૂએલાંનું પુનરુત્થાન થતું જ નથી, તો તેઓને માટે લોકો શા માટે બાપ્તિસ્મા પામે છે?
1 કરિંથીઓને 15 : 30 (GUV)
અમે પણ શા માટે હરહંમેશ જોખમમાં પડીએ છીએ?
1 કરિંથીઓને 15 : 31 (GUV)
ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં તમારે વિષે મારું જે અભિમાન છે, તેની પ્રતિજ્ઞા લઈને કહું છું કે, હું દરરોજ મૃત્યુ [ના ભય] માં છું.
1 કરિંથીઓને 15 : 32 (GUV)
જો એફેસસમાં માણસની જેમ હું સાવજોની સામે લડ્યો, તો મને શો લાભ છે? જો મૂએલાં ઊઠતાં નથી તો ભલે ખાઈએ તથા પીઈએ, કેમ કે કાલે આપણે મરવાના છીએ.
1 કરિંથીઓને 15 : 33 (GUV)
ભૂલશો નહિ; દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.
1 કરિંથીઓને 15 : 34 (GUV)
ન્યાયીપણામાં જાગૃત રહો, અને પાપ ન કરો; કેમ કે કેટલાકને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી. તમને શરમાવવા માટે હું એ કહું છું.
1 કરિંથીઓને 15 : 35 (GUV)
પણ કોઈ કહેશે કે મૂએલાંને શી રીતે ઉઠાડવામાં આવે છે? અને તેઓ કેવાં શરીર ધારણ કરીને આવે છે?
1 કરિંથીઓને 15 : 36 (GUV)
અરે, મૂર્ખ, તું પોતે જે વાવે છે તે જો મરે નહિ તો તે સજીવન પણ થાય નહિ.
1 કરિંથીઓને 15 : 37 (GUV)
અને તું જે વાવે છે તે જે શરીર થવાનું છે તે વાવતો નથી, પણ માત્ર દાણા વાવે છે, કદાચ ઘઉંના કે બીજા કશાના.
1 કરિંથીઓને 15 : 38 (GUV)
પણ ઈશ્વર પોતાની ઇચ્છા પ્રમાણે તેને શરીર આપે છે, અને દરેક બીને પોતાનું ખાસ શરીર હોય છે.
1 કરિંથીઓને 15 : 39 (GUV)
સર્વ દેહ એક સરખા નથી; પણ માણસનો દેહ જુદો, પશુઓનો જુદો, માછલાંનો જુદો અને પક્ષીઓનો દેહ જુદો છે.
1 કરિંથીઓને 15 : 40 (GUV)
વળી સ્વર્ગીય શરીરો છે, તથા પૃથ્વી પરનાં શરીરો છે; પણ સ્વર્ગીય [શરીરો] નું ગૌરવ જુંદું અને પૃથ્વી પરનાંનું જુંદું.
1 કરિંથીઓને 15 : 41 (GUV)
સૂર્યનું તેજ જુદું, અને ચંદ્રનું તેજ જુદું, અને તારાઓનું તેજ જુદું; કેમ કે તારા તારાના તેજમાં પણ ફેર હોય છે.
1 કરિંથીઓને 15 : 42 (GUV)
મૂએલાંનું પુનરુત્થાન પણ એવું છે. વિનાશમાં તે વવાય છે; અવિનાશમાં ઉઠાડાય છે;
1 કરિંથીઓને 15 : 43 (GUV)
અપમાનમાં વવાય છે, ગૌરવમાં ઉઠાડાય છે; નિર્બળતામાં વવાય છે, પરાક્રમમાં ઉઠાડાય છે;
1 કરિંથીઓને 15 : 44 (GUV)
પ્રાણી શરીર વવાય છે, આત્મિક શરીર ઉઠાડાય છે; જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે.
1 કરિંથીઓને 15 : 45 (GUV)
એમ પણ લખેલું છે, “પહેલો માણસ આદમ સજીવ પ્રાણી થયો, છેલ્લો આદમ જીવન આપનાર આત્મા થયો.”
1 કરિંથીઓને 15 : 46 (GUV)
પણ આત્મિક પહેલું હોતું નથી. પણ [પહેલું] પ્રાણી; અને પછી આત્મિક.
1 કરિંથીઓને 15 : 47 (GUV)
પહેલો માણસ પૃથ્વીમાંથી માટીનો થયો; બીજો માણસ આકાશથી છે.
1 કરિંથીઓને 15 : 48 (GUV)
જેવો માટીનો [માણસ] છે તેવા જ જેઓ માટીના છે તેઓ પણ છે; અને જેઓ સ્વર્ગીય છે તેવા જ જેઓ સ્વર્ગીય છે તેઓ પણ છે.
1 કરિંથીઓને 15 : 49 (GUV)
જેમ આપણે માટીનાની પ્રતિમા ધારણ કરી છે, તેમ સ્વર્ગીયની પ્રતિમા પણ ધારણ કરીશું.
1 કરિંથીઓને 15 : 50 (GUV)
હવે, ભાઈઓ, હું એ કહું છું કે, માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકતાં નથી. તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામનાર નથી.
1 કરિંથીઓને 15 : 51 (GUV)
જુઓ, હું તમને એક રહસ્ય કહું છું: આપણે સર્વ ઊંઘીશું નહિ,
1 કરિંથીઓને 15 : 52 (GUV)
પણ છેલ્‍લું રણશિંગડું વાગતાં જ, એક ક્ષણમાં, આંખના પલકારામાં, આપણ સર્વનું રૂપાંતર થઈ જશે. કેમ કે રણશિગડું વાગશે, અને મૂએલાં અવિનાશી [થઈને] ઊઠશે, અને આપણું રૂપાંતર થશે.
1 કરિંથીઓને 15 : 53 (GUV)
કેમ કે આ વિનાશીને અવિનાશીપણું ધારણ કરવું પડશે, અને આ મર્ત્યને અમરપણું ધારણ કરવું પડશે.
1 કરિંથીઓને 15 : 54 (GUV)
જ્યારે આ વિનાશી અવિનાશીપણું ધારણ કરશે, અને આ મર્ત્ય અમરપણું ધારણ કરશે ત્યારે મરણ જયમાં ગરક થઈ ગયું છે.” એ લખેલી વાત પૂર્ણ થશે.
1 કરિંથીઓને 15 : 55 (GUV)
“અરે મરણ તારો જય ક્યાં? અરે મરણ, તારો ડંખ ક્યાં?”
1 કરિંથીઓને 15 : 56 (GUV)
મરણનો ડંખ તો પાપ છે, અને પાપનું સામર્થ્ય નિયમ [શાસ્‍ત્ર] છે.
1 કરિંથીઓને 15 : 57 (GUV)
પણ ઈશ્વર જે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણને જય આપે છે, તેમને ધન્યવાદ હો.
1 કરિંથીઓને 15 : 58 (GUV)
એ માટે, મારા પ્રિય ભાઈઓ, તમે સ્થિર તથા દઢ થાઓ, અને પ્રભુના કામમાં સદા મચ્યાં રહો, કેમ કે તમારું કામ પ્રભુમાં નિરર્થક નથી એ તમે જાણો છો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58

BG:

Opacity:

Color:


Size:


Font: